નવી દિલ્લીઃ હાલના સમયમાં ઈંગ્લેન્ડમાં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય એથ્લીટોનો રહ્યો હતો દબદબો. દરેક ઈવેન્ટમાં ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી દેશને મેડલ અપાવ્યા. ભારતના બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેને કોમનવેલ્થમાં ભારતને 20મો ગોલ્ડ મેડલ જીતાડ્યો.
લક્ષ્ય સેનના બેડમિન્ટન કેરિયરની શરૂઆત-
લક્ષ્ય સેનનો જન્મ 16 ઓગસ્ટ 2001ના રોજ ઉત્તરાખંડના અલમોરામાં થયો હતો. લક્ષ્ય સેનના પિતા ધીરેન્દ્ર કુમાર સેન SAI બેડમિન્ટન કોચ છે. અને તેમના ભાઈ ચિરાગ સેન પણ આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ખેલાડી છે. લક્ષ્ય સેને પોતાની સફર 2010માં કર્ણાટકના બેગ્લુરુના પ્રકાશ પાદુકોણ બેડમિન્ટન એકેડેમીમાં શરૂઆત કરી હતી.
લક્ષ્ય સેનની કારકિર્દીમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા હતા-
શરૂઆતના સમયમાં લક્ષ્ય સેન પાસે કંઈ ખાસ રમત ન હતી. તથા તેની પાસે કોઈ ખાસ પ્રકારની ટેકનિક પણ ન હતી. પરંતુ સમયે જતા તેની ટેકનિક અને રમતમાં ઘણો સુધારો થયો. લક્ષ્ય સેનને અંડર-15 કેટેગરીમાં રમવા માટે ઈન્ડોનેશિયાના સુરાબાયામાં ઈસ્ટ જાવા ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ માટે મોકલવામાં આવ્યો હતો. આ ટૂર્નામેન્ટને જીતે તે એ સમયે જરૂરી ન હતું પણ તેને સારા ખેલાડીઓ સાથે રમવાનો અનુભવ થયો હતો. તે પછી તરત જ ડિસેમ્બર 2011માં તેને અંડર-11 કેટેગરીની લિ-નિંગ સિંગાપોર યુથ ઈન્ટરનેશનલ સિરીઝ ટુર્નામેન્ટમાં મોકલવામાં આવ્યો હતો., જે તેણે 10 વર્ષની વયે જીત્યો. આ પહેલી ટૂર્નામેન્ટ હતી જે લક્ષ્ય સેને જીતી હતી.
લક્ષ્ય સેનને 16 વર્ષની વયે મળ્યો હતો પર્સનલ ટ્રેનર-
એકેડમીમાં કિરણ જ્યોર્જ, મીરાબા લુવાંગ મૈસ્નમ, પીએમ રાહુલ અને લક્ષ્ય સેન સતત સારું પ્રદર્શન કરી રહ્યા હતા. દરેક ખેલાડીને એક પર્સનલ ટ્રેનર આપવામાં આવ્યો હતો. તેમની તાલીમ માટે અલગ સત્રો ફાળવવામાં આવ્યા હતા. લક્ષ્ય સેન 16 વર્ષની વય સુધી 30થી વધુ ટૂ્ર્નામેન્ટ રમી ચૂક્યો હતો. અને તેનાથી તેની કારકિર્દીમાં ધણો ફરક આવ્યો હતો. અને આ અગાઉ આંતરરાષ્ટ્રીય એક્સપોઝર આપવા માટે ભંડોળ પણ ન હતું. અને હાલના સમયમાં ઘણી બધી સરકારી યોજનાઓના લાભ ખેલાડીઓને મળતા હોય છે.
લક્ષ્ય સેન ભવિષ્યમાં પણ કરશે દેશનું નામ રોશન-
લક્ષ્ય સેન 2016થી લઈને અત્યાર સુધી સતત બેન્ડમિન્ટનમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે.. લક્ષ્ય સેન તમામ ટૂર્નામેન્ટની માટે શારિરીક અને માનસિક રીતે મજબૂત રહે છે પ્રયાસ .આ બધું દબાણનો સામનો કરવા માટે જરૂરી છે. . જે દબાણને વધુ સારી રીતે હેન્ડલ કરે છે તે જીતે છે. સાથે જ વિદેશી કોચ 2024 પેરિસ ઓલિમ્પિક સુધીના પાંચ વર્ષના સમયગાળા મદદરૂપ સાબિત થશે. અગાઉ, ભંડોળના અભાવે વિદેશી કોચની નિમણૂક કરી શકતા ન હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે